જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલ અથડામણમાં ભારતીય સેનાનાં પાંચ જવાનો શહીદ થયા છે. પ્રાથમિક વિગતો મુજબ હજી પણ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં પાંચ જવાન શહીદ થયા છે.
ભારતીય સેનાએ શુક્રવાર (5 મે) ના રોજ જણાવ્યું હતું કે, રાજૌરી સેક્ટરમાં ચાલી રહેલા ઓપરેશન ત્રિનેત્રમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ સૈનિકોએ કમનસીબે સવારે તેમની ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. વહેલી સવારે બે જવાનો શહીદ થયા હતા. હજુ ઓપરેશન ચાલુ છે. ગુફામાં છુપાયેલા આતંકવાદીઓના જૂથને ઘેરી લીધું હતું. ખડકો અને ઢોળાવવાળા પર્વતીય વિસ્તારોથી ઘેરાયેલો આ વિસ્તાર ખૂબ જ ગાઢ જંગલ વિસ્તાર છે. જેના જવાબમાં આતંકીઓએ બ્લાસ્ટ કર્યો હતો.