ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતાં અમદાવાદના 5 લોકોના નિધન, તમામ ભક્તો કેદારનાથના દર્શને જઇ રહ્યા હતા..

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કાટમાળ હટાવતી વખતે એક કાર કાટમાળ નીચે દબાયેલી ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી છે.

New Update
ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થતાં અમદાવાદના 5 લોકોના નિધન, તમામ ભક્તો કેદારનાથના દર્શને જઇ રહ્યા હતા..

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં કાટમાળ હટાવતી વખતે એક કાર કાટમાળ નીચે દબાયેલી ક્ષતિગ્રસ્ત હાલતમાં મળી આવી છે. રુદ્રપ્રયાગ પીલીસના જણાવ્યા અનુસાર પાંચ મુસાફરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. હાલ પોલીસ અને પ્રશાસનની ટીમ મૃતદેહ ઓળખની કાર્યવાહી કરી રહી છે. ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટના બની રહી છે. નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. અનેક મેદાની વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ થઈ ગયા છે, તેને ફરીથી કાટમાળ હટાવીને ખોલવાનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન રુદ્રપ્રયાગથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમા ભૂસ્ખલન બાદ અહીંનો રસ્તો ખોલવામાં આવી રહ્યો હતો તે દરમિયાન કાટમાળ નીચે દબાયેલી ક્ષતિગ્રસ્ત કાર મળી આવી છે. કારમાંથી પાંચ લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે અને તેમની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories