Connect Gujarat
દેશ

'દિલ્હીની ધરા ધણધણી' NCRમાં 5.4 તિવ્રતાના ભૂકંપ, સપ્તાહમાં બીજીવાર આવ્યો ભૂકંપ

દિલ્હી એનસીઆરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ શનિવાર, 12 નવેમ્બર 2022ની રાત્રે 7.57 વાગ્યે આવ્યો હતો.

દિલ્હીની ધરા ધણધણી NCRમાં 5.4 તિવ્રતાના ભૂકંપ, સપ્તાહમાં બીજીવાર આવ્યો ભૂકંપ
X

દિલ્હી એનસીઆરમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ શનિવાર, 12 નવેમ્બર 2022ની રાત્રે 7.57 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 માપવામાં આવી છે. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરની બહાર દોડવા લાગ્યા હતા. ભૂકંપની જાણ થતા લોકો પોતાના ઘર અને ઓફિસની બહાર ખુલ્લી જગ્યાએ એકઠા થયા હતા.

આ પહેલા સાંજે 4.25 કલાકે ઉત્તરાખંડમાં પણ ભૂકંપ આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ઋષિકેશ ભૂકંપનું કેન્દ્ર હતું. રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ હતી. આ સિવાય રૂદ્રપ્રયાગમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હી-NCRમાં ફરીદાબાદ, ગુરુગ્રામ, ગાઝિયાબાદ, નોઈડા, હાપુડમાં પણ આંચકા અનુભવાયા હતા.

Next Story