Connect Gujarat
દેશ

75માં પ્રજાસત્તાક પર્વની દિલ્હીમાં ઉજવણી, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

ભારત દેશના 75માં પ્રજાસત્તાક પર્વની દિલ્હીમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

X

ભારત દેશના 75માં પ્રજાસત્તાક પર્વની દિલ્હીમાં ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

દેશ આજે તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોર મેમોરિયલ પર પહોંચીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીએ અહીં 2 મિનિટ મૌન પાળ્યું હતું. ત્યારબાદ ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ અને ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન બગીમાં સવાર થઈને કર્તવ્ય પથ પર પહોંચ્યા હતા. મોદીએ કર્તવ્ય પથ પર રાષ્ટ્રપતિ મુર્મુ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનું સ્વાગત કર્યું હતુંરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બીજી વખત રાજપથ પર તિરંગો ફરકાવ્યો હતો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ચીફ ગેસ્ટ છે.13 હજાર ખાસ મહેમાનો પણ આવ્યા છે.આ વખતે ગણતંત્ર દિવસની થીમ 'વિકસિત ભારત' અને ભારત - લોકશાહીની માતા (જનની) છે. આ વખતે ત્રણેય સૈન્ય, અર્ધ-લશ્કરી જૂથો અને પોલીસ ટુકડીઓનું નેતૃત્વ પ્રથમ વખત મહિલાઓએ કર્યું હતુ. ફ્લાયપાસ્ટમાં વાયુસેનાના 51 વિમાનો ભાગ લીધો હતો. જેમાં 29 ફાઈટર પ્લેન, 7 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, 9 હેલિકોપ્ટર અને એક હેરિટેજ એરક્રાફ્ટ સામેલ હતા. ફ્રાન્સ આર્મીનું રાફેલ પણ પ્રથમ વખત ફ્લાયપાસ્ટમાં ભાગ લીધો હતો.

Next Story