/connect-gujarat/media/media_files/2025/01/26/sxgPb9X2yil3spNE6zp2.jpeg)
ભારત દેશ આજે તેનો 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે દિલ્હીના કર્તવ્ય પથ પર એક ભવ્ય સમારોહ યોજાયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સમારોહમાં હાજરી આપી અને ધ્વજ ફરકાવ્યો હતો.આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા. અને મુખ્ય મહેમાન તરીકે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો વિશેષ ઉપસ્થિત રહયા છે.
આજે પરેડમાં ભારતની સંસ્કૃતિ અને તેની સેનાની તાકાતની ઝાંખીઓ બતાવવામાં આવી રહી છે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ‘ફ્લાય-પાસ્ટ’ છે, જેમાં ભારતીય વાયુસેનાના વિમાનોનું અદભૂત પ્રદર્શન જોવા મળે છે. દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને અદ્યતન લશ્કરી ક્ષમતાઓનું એક અનોખું મિશ્રણ રજૂ કરવામાં આવી રહ્યું છે, જે દેશની શક્તિ અને અખંડિતતાને વધારે છે.
પ્રજાસત્તાક દિવસની પરેડ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડિયા ગેટ ખાતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા, જ્યાં તેઓએ શહીદ સૈનિકોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “આજે આપણે આપણા ભવ્ય ગણતંત્રની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ.
આ પ્રસંગે, આપણે તે બધા મહાન વ્યક્તિઓને સલામ કરીએ છીએ જેમણે આપણું બંધારણ બનાવીને ખાતરી કરી કે આપણી વિકાસ યાત્રા લોકશાહી, ગૌરવ અને એકતા.આધારિત બનો.” તેમણે વધુમાં કહ્યું કે આશા છે કે આ રાષ્ટ્રીય તહેવાર આપણા બંધારણના મૂલ્યોનું જતન કરશે અને મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવવા માટેના આપણા પ્રયાસો ને વધુ મજબૂત બનાવશે.