Connect Gujarat
દેશ

નવા વર્ષના ઉત્સાહ સાથે સ્વાગત પુરીમાં રેતી પર ભગવાન જગન્નાથની 15 ફૂટ લાંબી મૂર્તિ બનાવી

નવા વર્ષના આગમન પર દેશભરમાં ખુશીઓ મનાવવામાં આવી રહી છે. અનેક જગ્યાએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

નવા વર્ષના ઉત્સાહ સાથે સ્વાગત પુરીમાં રેતી પર ભગવાન જગન્નાથની 15 ફૂટ લાંબી મૂર્તિ બનાવી
X

નવા વર્ષના આગમન પર દેશભરમાં ખુશીઓ મનાવવામાં આવી રહી છે. અનેક જગ્યાએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રખ્યાત રેતી કલાકાર સુદર્શન પટનાયકે નવા વર્ષને આવકારવા માટે ઓડિશાના પુરી બીચ પર ભગવાન જગન્નાથનું 8 ફૂટ ઊંચું અને 15 ફૂટ લાંબુ રેતીનું શિલ્પ બનાવ્યું છે.

પટનાયકે 10 ટન રેતી વડે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાની મૂર્તિઓ બનાવી હતી. તેઓએ મૂર્તિને ફૂલોથી શણગારી હતી અને 'જય જગન્નાથ' સંદેશ લખ્યો હતો.

પટનાયકે કહ્યું, "અમે અમારી સેન્ડ આર્ટ દ્વારા નવા વર્ષનું સ્વાગત કરીએ છીએ અને ભગવાન જગન્નાથને શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરીએ છીએ."દર વર્ષે ક્રિસમસથી લઈને નવા વર્ષ સુધી પટનાયક સેન્ડ આર્ટમાં કંઈક અલગ કરવાનો પ્રયાસ કરે છે. પદ્મ પુરસ્કાર વિજેતા સુદર્શન પટનાયકે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 60 થી વધુ આંતરરાષ્ટ્રીય સેન્ડ આર્ટ સ્પર્ધાઓ અને ઉત્સવોમાં ભાગ લીધો છે. પટનાયકની સેન્ડ આર્ટ્સ સામાજિક જાગૃતિ અને વર્તમાન મુદ્દાઓ પર આધારિત છે.

Next Story