નશામાં ચૂર કાર ચાલકે દિલ્હી મહિલા પંચના અધ્યક્ષને ઢસડયા,આરોપીની ધરપકડ

દેશમાં કાર કે બાઈક સાથે ઘસડવાની ઘટનાઓ વધી રહી છે. રાજધાની દિલ્હીમાં મહિલા સુરક્ષાને નામે મીંડું છુ અને તેના લીરેલીરા ઉડાવતી એક ગંભીર ઘટના બની છે.

New Update
નશામાં ચૂર કાર ચાલકે દિલ્હી મહિલા પંચના અધ્યક્ષને ઢસડયા,આરોપીની ધરપકડ

દેશમાં કાર કે બાઈક સાથે ઘસડવાની ઘટનાઓ વધી રહી છે. રાજધાની દિલ્હીમાં મહિલા સુરક્ષાને નામે મીંડું છુ અને તેના લીરેલીરા ઉડાવતી એક ગંભીર ઘટના બની છે. દિલ્હીનો કંઝાવલા હોરર કેસ તો હજુ લોકમાનસમાં તાજો છે ત્યારે હવે ખુદ મહિલાઓનો અવાજ ઉઠાવનાર મહિલા પંચના અધ્યક્ષને કાર સાથે ઢસડાવું પડ્યું હતું. દિલ્હી એમ્સ નજીક એક કાર ચાલકે માલિવાલને 10થી 15 મીટર સુધી ઢસડીને લઈ ગયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.સ્વાતિ માલીવાલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ગઈ કાલે મોડી રાતે હું દિલ્હીમાં મહિલા સુરક્ષાની સ્થિતિનો તાગ મેળવી રહી હતી ત્યારે એક કાર ચાલકે નશાની હાલતમાં મારી સાથે છેડછાડ કરી અને જ્યારે મેં તેને પકડ્યો ત્યારે ગાડીના કાચ માંથી મારો હાથ બાંધીને મને ઢસડીને લઈ ગયો. ભગવાન મારો જીવ બચાવ્યો. જો દિલ્હીમાં મહિલા પંચના અધ્યક્ષ સલામત ન હોય તો સ્થિતિ કેવી હશે વિચારી લો

Latest Stories