રાજસ્થાનના કરૌલીમાં ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત, આખો પરિવાર મોતને ભેટ્યો

રાજસ્થાનના કરૌલીમાં મોડી રાતે એક કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં આખો પરિવાર મોતને ભેટી ગયો હતો.

New Update
a
Advertisment

રાજસ્થાનના કરૌલીમાં મોડી રાતે એક કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં આખો પરિવાર મોતને ભેટી ગયો હતો. મૃતકોમાં બધા ગુજરાતના છે અને તેઓ કૈલા દેવી મંદિરના દર્શને નીકળ્યા હતા. 

Advertisment

બસ અને કાર વચ્ચેની ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.ઘટનાની જાણકારી મળતા જ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. સ્થાનિકોની મદદથી પીડિતોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા.  

ઘટના અંગે જાણવા મળ્યા મુજબ તમામ મૃતકો એક જ પરિવારના છે.તેઓ તમામ કૈલા દેવી મંદિરે દર્શન કરવા આવ્યા હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા. આ સાથે બસમાં સવાર અન્ય 15ને પણ ગંભીર ઈજાઓ થઇ છે.અને ઇજાગ્રસ્તોઓની  હાલ સારવાર ચાલી રહી છે. 

આ દુર્ઘટના બાદ કારના ટુકડા થઈ ગયા હતા. મૃતકોમાં સામેલ લોકો ઈન્દોરના વતની હતા પણ હાલમાં આ પરિવાર ગુજરાતના વડોદરામાં સ્થાયી થયો હતો.જેમાં નયન કુમાર દેશમુખપત્ની અનિતાદીકરો ખુશદેવદીકરી મનસ્વી અને સંબંધી પ્રીતિ ભટ્ટ નો સમાવેશ થાય છે.આ બધા લોકોની ઓળખ તેમના આધારકાર્ડના આધારે જાહેર કરાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

Latest Stories