કેરળમાં મોટી દુર્ઘટના ટળી, એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરા..!

શનિવારે કન્નુર-અલપ્પુઝા (16308) એક્ઝિક્યુટિવ એક્સપ્રેસ ટ્રેનની અંદર કોઈ મુસાફરો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

New Update
કેરળમાં મોટી દુર્ઘટના ટળી, એક્સપ્રેસ ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરા..!

શનિવારે કન્નુર-અલપ્પુઝા (16308) એક્ઝિક્યુટિવ એક્સપ્રેસ ટ્રેનની અંદર કોઈ મુસાફરો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. સવારે 4:40 વાગ્યાની આસપાસ ટ્રેનને પ્લેટફોર્મ પર લાવવામાં આવી રહી હતી ત્યારે છેલ્લા બે ડબ્બા પાટા પરથી ઉતરી જતાં આ અકસ્માત થયો હતો.

દરમિયાન અધિકારીઓ સતર્ક બની ગયા હતા અને ટ્રેનને પાટા પર લાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ટ્રેન આજે સવારે 5:10 વાગ્યે કન્નુરથી રવાના થવાની હતી, પરંતુ પાટા પરથી ઉતરી જવાને કારણે તે સવારે 6:43 વાગ્યે રવાના થઈ હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે ટ્રેક પર ફસાયેલા બંને કોચને ખસેડવાના પ્રયાસો ચાલુ છે. રેલવેએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

Latest Stories