ત્રિચીથી શારજાહ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં સર્જાઈ ખામી

ત્રિચીથી શારજાહ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ નંબર AXB613માં ખામી સર્જાઈ હતી. આ પછી પાયલટની વિનંતી પર તિરુચિરાપલ્લી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી

New Update
air india

ત્રિચીથી શારજાહ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ નંબર AXB613માં ખામી સર્જાઈ હતી. આ પછી પાયલટની વિનંતી પર તિરુચિરાપલ્લી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ફ્લાઇટમાં 141 મુસાફરો સવાર હતા. પ્લેનનું સુરક્ષિત લેન્ડિંગ થયું છે. વિમાનમાં સવાર તમામ 140 મુસાફરો સુરક્ષિત છે. આ ફ્લાઈટ ત્રિચીથી શારજાહ જઈ રહી હતી. 8:14 કલાકે ફ્લાઇટ એરપોર્ટ પર ઉતરી હતી.  

આ પહેલા પાઈલટની વિનંતી પર તિરુચિરાપલ્લી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ફ્લાઇટમાં 141 મુસાફરો સવાર હતા. વાસ્તવમાં, ટેકઓફ પછી ફ્લાઇટના પૈડા અંદર નહોતા ગયા અને પાઈલટ ફ્લાઈટને લેન્ડ કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઈમરજન્સીથી બચવા માટે તેમણે 2 કલાક હવામાં ચક્કર લગાવ્યા હતા. 

અગાઉ એરક્રાફ્ટને હળવુ કરવા માટે ફ્યુઅલ ડમ્પિંગ પર વિચાર કરવામાં આવી રહ્યો હતો. જોકે, એરક્રાફ્ટ રહેણાંક વિસ્તારો પર ચક્કર લગાવી રહ્યું હોવાથી આવું થયું ન હતું. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે,  સાવચેતી તરીકે, અમે એમ્બ્યુલન્સ અને બચાવ ટીમોને સ્ટેન્ડબાય પર રાખી છે. 

Latest Stories