મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર મોડી રાત્રે થયેલી નાસભાગમાં નવ મુસાફરો ઘાયલ થયા છે.જેમાંથી 2ની હાલત નાજુક છે.ટ્રેનમાં ઉતાવળમાં ચડતી વખતે આ દુર્ઘટના ઘટી હતી.
મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે નાસભાગ મચી ગઈ હતી.આ નાસભાગમાં નવ મુસાફરો ઘાયલ થયા હતા.જેમાંથી બેની હાલત નાજુક છે.આ ઘટના મોડી રાત્રે 2 વાગ્યે બની હતી.મુંબઈથી ગોરખપુર જતી ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર પહોંચી ત્યારે ટ્રેનમાં ચઢવાની ઉતાવળમાં નાસભાગ મચી ગઈ હતી.આ નાસભાગમાં અનેક મુસાફરો ઘાયલ થયા હતા. આ તમામ મુસાફરોને સારવાર માટે ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ દુર્ઘટના બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર એક પર ઘટી હતી. ટ્રેન નંબર 22921, બાંદ્રા ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનનો ઉપડવાનો સમય સવારે 5.10 વાગ્યે હતો, પરંતુ ટ્રેન 2.55 વાગ્યે પ્લેટફોર્મ પર મૂકાઈ ગઈ હતી. આવી સ્થિતિમાં મુસાફરોએ ઉતાવળે ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ શરૂ કર્યો અને તેના કારણે નાસભાગ મચી ગઈ. આ નાસભાગમાં અનેક લોકો ઘાયલ થયા છે.