Connect Gujarat
દેશ

ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યૂલ સાથે યુનિક એક્સપરિમેન્ટ, આ પ્રયોગ સેમ્પલ રિટર્ન મિશન માટે જરૂરી

ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યૂલ સાથે યુનિક એક્સપરિમેન્ટ, આ પ્રયોગ સેમ્પલ રિટર્ન મિશન માટે જરૂરી
X

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન, એટલે કે ISROએ હોપ એક્સપરિમેન્ટ પછી અન્ય એક અનોખા પ્રયોગમાં ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યૂલને ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં ટ્રાન્સફર કર્યું છે. આ પ્રયોગ ઈસરોના ચંદ્રયાન-4 મિશન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

ચંદ્રયાન-4 મિશનમાં ચંદ્રની માટીના નમૂનાને પૃથ્વી પર લાવવામાં આવશે.ચંદ્રયાન-3 મિશન 14 જુલાઈ 2023ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. એના ત્રણ ભાગ હતા- પ્રોપલ્શન મોડ્યૂલ, લેન્ડર અને રોવર. પ્રોપલ્શન મોડ્યૂલ ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું. લેન્ડર અને રોવર 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતર્યા હતા. પ્રોપલ્શન મોડ્યૂલ SHAPE પેલોડ ધરાવે છે, જે પૃથ્વીનો અભ્યાસ કરવા માટે રચાયેલું છે.ચંદ્રયાન-3 મિશનનો પ્રાથમિક ઉદ્દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક સોફ્ટ લેન્ડિંગ કરવાનો હતો અને વિક્રમ અને પ્રજ્ઞાન પર વહન કરવામાં આવતા પેલોડથી પ્રયોગો હાથ ધરવાનો હતો. પ્રોપલ્શન મોડ્યૂલનો મુખ્ય ઉદ્દેશ લેન્ડર મોડ્યૂલને ચંદ્રની ભ્રમણકક્ષામાં લઈ જવાનો અને લેન્ડરને અલગ કરવાનો હતો.આ પછી, SHAPE એટલે કે હેબિટેબલ પ્લેનેટ અર્થ પેલોડની સ્પેક્ટ્રોપોલેરીમેટ્રીની મદદથી પૃથ્વીમાંથી નીકળતા રેડિયેશનનો અભ્યાસ કરવાનો હતો.

Next Story