આપના ધારસભ્ય અમાનતુલ્લા ખાનની ED દ્વારા ધરપકડ,વાંચો શું છે મામલો

AAPના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગુરુવાર, 18 એપ્રિલની રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.

New Update
આપના ધારસભ્ય અમાનતુલ્લા ખાનની ED દ્વારા ધરપકડ,વાંચો શું છે મામલો

આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગુરુવાર, 18 એપ્રિલની રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા અમાનતુલ્લાની 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.અમાનતુલ્લા ખાન પર દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે 32 લોકોની ગેરકાયદે ભરતી કરવાનો આરોપ છે. આ સાથે તેણે દિલ્હી વક્ફ બોર્ડની ઘણી મિલકતો ગેરકાયદેસર રીતે ભાડે આપી હતી.AAP ધારાસભ્ય પર દિલ્હી વક્ફ બોર્ડના ફંડનો દુરુપયોગ કરવાનો પણ આરોપ છે. દિલ્હી વક્ફ બોર્ડના તત્કાલિન સીઈઓએ આવી ગેરકાયદેસર ભરતી અંગે નિવેદન આપ્યું હતું.તપાસ દરમિયાન અમાનતુલ્લાના નજીકના સહયોગીઓના સ્થળો પરથી રોકડ મળી આવી હતી. દરોડા દરમિયાન અમાનતુલ્લાના નજીકના સંબંધીઓના ઘરેથી એક ડાયરી પણ મળી આવી હતી, જેમાં અમાનતુલ્લાના દેશ-વિદેશમાં કરોડો રૂપિયાના વ્યવહારોનો ઉલ્લેખ હતો.

Latest Stories