AAPના શૈલી ઓબેરોય બન્યા દિલ્હીના મેયર, બંને ઉમેદવારોના નામ ભાજપે પરત ખેંચતા બિનહરીફ ચૂંટાયા

આમ આદમી પાર્ટીના ઉમેદવારો શેલી ઓબેરોય અને મોહમ્મદ ઈકબાલ દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયર બન્યા છે.

AAPના શૈલી ઓબેરોય બન્યા દિલ્હીના મેયર, બંને ઉમેદવારોના નામ ભાજપે પરત ખેંચતા બિનહરીફ ચૂંટાયા
New Update

આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલી ઓબેરોય ફરી એકવાર દિલ્હીના મેયર બન્યા છે. તેમના સિવાય ડેપ્યુટી મેયર પદ માટે મોહમ્મદ ઈકબાલ પણ બિનહરીફ ચૂંટાયા હતા કારણ કે મેયર અને ડેપ્યુટી મેયર માટે ભાજપના ઉમેદવારોએ ચૂંટણી પહેલા પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવારો શેલી ઓબેરોય અને મોહમ્મદ ઈકબાલ દિલ્હીના મેયર અને ડેપ્યુટી મેયર બન્યા છે. બીજેપીના બંને ઉમેદવારો શિખા રાય અને સોની પાંડેએ ચૂંટણી પહેલા તેમના નામાંકન પાછા ખેંચી લીધા હોવાથી તેઓ બીજા વર્ષ માટે બિનહરીફ ચૂંટાયા છે. ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આમ આદમી પાર્ટી બંધારણ હેઠળ કામ કરી રહી નથી. અમારા તમામ પ્રયાસો છતાં આમ આદમી પાર્ટી સ્ટેન્ડિંગ કમિટીઓ અને વોર્ડ કમિટીઓની રચના થવા દેતી નથી, જેના કારણે મહાનગરપાલિકામાં કોઈ કામ થઈ રહ્યું નથી.







#politics news #Connet Gujarat #Mayor Election #Mohhmad Iqbal #મોહમ્મદ ઈકબાલ #Delhi Politics #AamAadmiParty #Mayor Of Delhi #Delhi #શૈલી ઓબેરોય #Delhi New Mayor
Here are a few more articles:
Read the Next Article