/connect-gujarat/media/post_banners/a1eea31cc6bdea27c93d96211dea8844acf670990dc04dcf0bd1d15a58036b83.webp)
કર્ણાટકના મૈસૂરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદીની ગાડીને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળી રહી છે. આ દુર્ઘટના મૈસૂર તાલુકાના કડાકોલા પાસે બની, જ્યારે પ્રહ્લાદ મોદી પોતાની કારથી બેંગલોરથી બાંદીપુર તરફ જઈ રહ્યા હતા. મર્સિડિઝ બેંઝ ગાડીમાં સવાર પ્રહ્લાદ મોદીના દીકરા, પત્ની અને પૌત્ર પણ તેમના સાથે હતા.
આ ઘટનામાં પ્રહ્લાદ મોદી, તેમની વહુ અને તેમના પૌત્રને ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે તેમના દીકરા અને ડ્રાઈવર સત્યાનારાયણને સામાન્ય ઈજા પહોંચી છે. ઉલ્લેખનીય છે કે પ્રહલાદ મોદી ગુજરાત ફેયરપ્રાઈસ શોપ્સ અને કેરોસીન લાઇસન્સ હોલ્ડર એસોસિએશનના અધ્યક્ષ છે. મધ્યપ્રદેશમાં બૈતુલ જિલ્લામાં એક સામાજિક કાર્યક્રમમાં સામેલ પ્રહલાદ મોદીએ પત્રકારો સાથેની ચર્ચા દરમિયાન કહ્યું હતું કે ગુજરાતમાં મફતની લાલચ આપનારા લોકો આવે છે અને ચાલ્યા જાય છે. ગુજરાતની જનતાએ એ લોકોને કહ્યું છે કે ગુજરાત લેનાર નથી, આપનાર છે. એટલે ગુજરાતમાં જે પરિણામો આવ્યા છે, જે તમને જાણ છે.