Connect Gujarat
દેશ

દક્ષિણ ભારતના આ રાજ્યમાં તણાવ વધતા ધારા-144 લગાવવી પડી,વાંચો શું છે કારણ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી ની પાર્ટી YSRCP અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ છે.

દક્ષિણ ભારતના આ રાજ્યમાં તણાવ વધતા ધારા-144 લગાવવી પડી,વાંચો શું છે કારણ
X

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી ની પાર્ટી YSRCP અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ છે. શુક્રવારે મોડી રાત્રે પલનાડુ જિલ્લાના માચરેલા વિસ્તારમાં બંને પક્ષના સમર્થકો આમને સામને આવી ગયા હતા. આ દરમિયાન ભારે પથ્થરમારો, તોડફોડ અને આગચંપી થઈ હતી.

બંને પક્ષના સમર્થકોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. હિંસક અથડામણમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. મોડી રાત્રે માહોલ બગડતા સ્થાનિક પ્રશાસને કલમ 144 લગાવી દીધી છે.આ દરમિયાન પોલીસે TDP નેતા જુલાકાંતિ બ્રહ્મા રેડ્ડીની ધરપકડ કરી છે. પલાનાડુના પોલીસ અધિક્ષક વાય રવિશંકર રેડ્ડીએ જણાવ્યું કે, "ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોએ પ્રદર્શનમાં ભાગ લીધો અને જાણી જોઈને પથ્થરમારો કર્યો હતો પોલીસ અધિકારી રવિશંકરે જણાવ્યું હતું કે, "આ વિસ્તારમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. ઘટના પછી જૂથના નેતાઓ રાજકીય પક્ષોનું સમર્થન લઈ રહ્યા છે અને તેમાંથી ઘણા માચેરલા શહેરની આસપાસના ગામડાઓમાં રહે છે. બંને પક્ષો પર કેસ નોંધવામાં આવ્યા છે. તમામ આરોપીઓ સામે ગંભીર કાર્યવાહી કરવામાં આવશે. સવાર સુધીમાં બધું નિયંત્રણમાં આવી જશે."તેલુગુ દેશમ પાર્ટી (TDP) વતી જગનમોહન રેડ્ડી ની સરકાર વિરુદ્ધ રાજ્યમાં આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. માછરેલામાં શુક્રવારે મોડી રાત્રે આ આંદોલન ચાલી રહ્યું હતું. આ દરમિયાન વાયએસઆરસી પીના કાર્યકરો પણ પહોંચી ગયા હતા અને ટીડીપીના કાર્યકરો ઉગ્ર બોલાચાલી થઈ હતી. થોડી જ વારમાં બોલાચાલી બંને પક્ષો વચ્ચે હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી

Next Story