Connect Gujarat
દેશ

ત્રણ દાયકા પછી શ્રીનગરમાં આજથી મલ્ટીપ્લેક્સ શરૂ થશે, લોકો જોશે લાલ સિંહ ચઢ્ઢા

કાશ્મીર ખીણમાં લગભગ ત્રણ દાયકા પછી લોકોનું મોટા પડદા પર ફિલ્મો જોવાનું સપનું મંગળવારે ઘાટીના પ્રથમ મલ્ટિપ્લેક્સ સિનેમાના ઉદ્ઘાટન સાથે સાકાર થવા જઈ રહ્યું છે

ત્રણ દાયકા પછી શ્રીનગરમાં આજથી મલ્ટીપ્લેક્સ શરૂ થશે, લોકો જોશે લાલ સિંહ ચઢ્ઢા
X

કાશ્મીર ખીણમાં લગભગ ત્રણ દાયકા પછી લોકોનું મોટા પડદા પર ફિલ્મો જોવાનું સપનું મંગળવારે ઘાટીના પ્રથમ મલ્ટિપ્લેક્સ સિનેમાના ઉદ્ઘાટન સાથે સાકાર થવા જઈ રહ્યું છે. જેનું ઉદ્ઘાટન લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા કરશે. પ્રતિષ્ઠિત પ્રાઈવેટ સ્કૂલના માલિક વિજય ધરે જણાવ્યું હતું કે મલ્ટિપ્લેક્સ આમિર ખાન અભિનીત લાલ સિંહ ચઢ્ઢાની ખાસ સ્ક્રીનિંગ સાથે મંગળવારે લોકો માટે ખોલવામાં આવશે. 30મી સપ્ટેમ્બરથી હૃતિક રોશન અને સૈફ અલી ખાન અભિનીત વિક્રમ વેધાની સ્ક્રીનિંગ સાથે નિયમિત શો શરૂ થશે.

કાશ્મીરના પ્રથમ મલ્ટિપ્લેક્સમાં કુલ 520 બેઠકોની ક્ષમતા સાથે ત્રણ સિનેમા હોલ હશે. સ્થાનિક ભોજનને પ્રોત્સાહન આપવાના હેતુથી પરિસરમાં ફૂડ કોર્ટ પણ હશે. હસ્તકલા વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિકે જણાવ્યું હતું કે અમે બધા કાશ્મીરના પ્રથમ મલ્ટિપ્લેક્સના ઉદઘાટનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હું દર ત્રણ-ચાર મહિનામાં એકવાર દિલ્હી કે જમ્મુ જાઉં છું અને મોટા પડદા પર નવી રિલીઝ થયેલી હિન્દી ફિલ્મો જોવા જાઉં છું. મને લાગે છે કે રાહ આખરે પૂરી થઈ ગઈ છે.

Next Story