Connect Gujarat
દેશ

વાદળ ફાટવાની ઘટના બાદ અમરનાથ યાત્રા સ્થગિત,16 થી વધુના મોત

દક્ષિણ કશ્મીરમાં આવેલા પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે આભ ફાટતા અચાનક આવેલા પુરના કારણે કેટલાય લોકો તણાઈ ગયા છે

X

દક્ષિણ કશ્મીરમાં આવેલા પવિત્ર અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે આભ ફાટતા અચાનક આવેલા પુરના કારણે કેટલાય લોકો તણાઈ ગયા છે અને લગભગ 16 જેટલા લોકોના મોત પણ થયા છે. અમરનાથ ગુફાથી લગભગ 2 કિમી દૂર આ ઘટના ઘટતા પ્રશાસને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. સાથે આ અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે. જ્યાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર છે. આ દુર્ઘટનામાં લગભગ 40 જેટલા લોકો ગાયબ છે. જ્યારે છ લોકોને આજે સવારે બચાવી લેવાયા છે. ગત રોજ અમરનાથ ગુફાની નજીક વાદળ ફાટવાના કારણે ભારે માત્રામાં પાણી નીચે વહી રહ્યું હતું. કેટલાય ટેંટ તથા સામૂહિક રસોઈ ઘર તૂટી ગયા છે.

પવિત્ર ગુફાથી એકથી બે કિલોમીટરની ત્રિજ્યામાં વાદળ ફાટ્યું હતું. ભક્તો માટે ઉભા કરાયેલા 25 જેટલા ટેન્ટ અને બે થી ત્રણ લંગર પહાડો પરથી જોરદાર પ્રવાહ સાથે આવેલા પાણીમાં તણાઈ ગયા હતા. દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. સેનાના જવાનો, જમ્મુ-કાશ્મીર પોલીસ, NDRF, ADRF, ITBPના જવાનો અસરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોને બચાવવામાં વ્યસ્ત છે.

વાદળ ફાટવાની ઘટના બાદ વરસાદથી સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને અહીં શ્રદ્ધાળુઓ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાદળ ફાટ્યા બાદ કેટલાય લોકો ગુમ છે. પાણીના ઝડપી વહેણના કારણે તબાહીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. અમરનાથ શ્રાઈન બોર્ડ અને એનડીઆરએફ તરફથી હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.

અમરનાથમાં આભ ફાટવાની ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ દુ: ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું છે કે, વાદળ ફાટવાની ઘટનાથી વ્યથિત છું, શોક સંતપ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. તેની સાથે જ તેમણે ક્યું કે, આ ઘટના પર જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથએ ફોન પર વાત કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો છે. હાલમાં બચાવ કાર્ય ચાલુ છે.

Next Story