New Update
TDPએ એવો આક્ષેપ કર્યો હતો કે વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ લાડુમાં પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને દાવો કર્યો હતો કે લેબમાં તેની પુષ્ટિ થઈ છે. હવે ટીડીપીના દાવા બાદ દેશભરમાંથી વિરોધના અવાજો ઉઠવા લાગ્યા છે.
ભાજપે કહ્યું કે આંધ્રપ્રદેશમાં અગાઉની વાયએસઆરસીપી સરકારે હિંદુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને કહ્યું કે જવાબદારો સામે વહેલી તકે કાર્યવાહી થવી જોઈએ. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ આરોપ મૂક્યો હતો કે અગાઉની YSRCP સરકારે તિરુપતિ પ્રસાદમમાં પ્રાણીની ચરબીનો ઉપયોગ કર્યો હતો, બીજેપી OBC મોરચાના પ્રમુખ કે લક્ષ્મણે ગુરુવારે કાનૂની કાર્યવાહીની માંગ કરી હતી.
Latest Stories