/connect-gujarat/media/post_banners/04f4aa037ba9be02a5ac49046a413d27b48f712807fef01d393563816e6d105a.webp)
દિવાળી ટાણે પાકિસ્તાનમાં ભારતના બધુ એક દુશ્મનની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા જૈશના નજીકના લોકોને નિશાન બનાવવાની પ્રક્રિયા ચાલુ છે. કરાચીમાં મૌલાના રહીમુલ્લાહ તારિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૌલાના રહીમ ઉલ્લાહ જૈશ ચીફ મસૂદ અઝહરનો નજીકનો હોવાનું કહેવાય છે. મૌલાના તારિક ઘણીવાર ભારત વિરોધી મેળાવડાઓમાં ભારત વિરુદ્ધ જોરદાર ભાષણો આપતો હતો. પાકિસ્તાનમાં ભારતના દુશ્મનોની અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યાની વધુ એક ઘટના સામે આવી છે.કરાચીના ઓરંગી ટાઉનમાં ભારત વિરોધી રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું અને મૌલાના રહીમુલ્લાહ તેમાં સામેલ થવા જઈ રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા વ્યક્તિએ તેમની ગોળી મારીને હત્યા કરી નાખી છે. નોંધનિય છે કે, થોડા દિવસ પહેલા લશ્કરના આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો. તાજેતરના દિવસોમાં પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ઘણા ભારત વિરોધી આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. લશ્કર-એ-તૈયબાના ભૂતપૂર્વ કમાન્ડર અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અકરમ ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો. તેણે 2018 થી 2020 દરમિયાન લશ્કરમાં ભરતીનું ધ્યાન રાખ્યું હતું. અકરમ લશ્કરના ટોચના કમાન્ડરોમાં સામેલ છે. તે લાંબા સમયથી આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો.