/connect-gujarat/media/media_files/2025/04/17/1kYTer5U63nY2ij3YNsx.jpg)
-
- હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે સાપનો લીધો સહારો પરંતુ પાપનો ઘડો છલકાય ગયો
-
- પોલીસે આરોપી પત્ની અને પ્રેમીની ધરપકડ કરી
ઉત્તર પ્રદેશના મેરઠમાં મુસ્કાન અને સાહિલે મળીને પતિ સૌરભની હત્યા કરી હતી. ત્યારબાદ લાશને ટુકડાઓમાં કાપીને ડ્રમમાં ભરી, સિમેન્ટથી બંધ કરી દેવામાં આવી હતી. આ બધું કરતી મુસ્કાન ત્યાં જ અટકી નહોતી તે સાહિલ સાથે હિમાચલ ફરવા પણ ગઈ અને તેમની મજાના વિડિઓ ક્લિપ્સ પણ વાયરલ થયા હતા. આ ઘટના હજી લોકો ભૂલી શક્યા નથી અને ત્યાં જ મેરઠમાંથી ફરી એવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ વખતે હત્યા ચતુરાઈ પૂર્વક કરવામાં આવી છે.
મેરઠના બેસૂમા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામ અકબરપુર સાદાતમાં રહેતો હતો અમિત. મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પોતાની પત્ની રવિતા સાથેના લગ્નજીવનને 8 વર્ષ થઈ ગયા હતા અને ત્રણ નાના બાળક પણ હતા. બહારથી બધુ શાંત લાગતુ, પરંતુ ઘરમાં કંઈક વાંધાજનક ચાલી રહ્યું હતું.
રવિતાના સંબંધો તેના જ પતિના મિત્ર અને ગામના યુવક સાથે વધવા લાગ્યા હતા. સંબંધ પ્રેમમાં બદલાઈ ગયો અને જ્યારે અમિતને આ શંકા પડી, તો ઘરમાં અવારનવાર ઝઘડા શરૂ થવા લાગ્યા હતા. સંજોગો એટલા વણસ્યા કે રવિતાએ પોતાના પ્રેમી સાથે મળીને એક મર્ડર પ્લાન બનાવ્યો હતો.
એક દિવસ આખો પરિવાર ગામની બહાર ફરવા ગયા હતા. એ રાત્રે રવિતાએ પ્રેમીનો ફોન કરીને કહ્યું, "આજે રાત્રે કામ થઈ જશે, સાપ તૈયાર રાખજે." રાતે પ્રેમી ચોરીથી ઘરમાં પ્રવેશ્યો. બંનેએ મળી અમિતનું ગળું દબાવી દીધું હતું. ત્યારબાદ અમિતની લાશને ચારપાઈ પર સુવાડી દીધી જાણે કે એ ઊંઘતો હોય.
અમિતની હત્યા કરવી હતી,પરંતુ એવી રીતે કે બધાને લાગે કે એ કુદરતી મૃત્યુ છે. અમિતનું ગળું દબાવીને હત્યા કરી ત્યારબાદ રવિતા અને તેના પ્રેમીએ મળીને માત્ર રૂપિયા 1000માં એક જીવતો સાપ ખરીદ્યો અને અમિતની લાશ પાસે સાપ મુકી દેવામાં આવ્યો,જેથી બધાને લાગે કે ઊંઘમાં સાંપે અમિતને ડંખ માર્યો છે.
સાપનો ઉપયોગ તો કરાયો પણ સાપે અમિતને ડંખ માર્યો જ નહીં. બીજી સવારના સમયે ઘરવાળાઓએ જોયું કે અમિત મરેલો છે અને બાજુમાં જીવતો સાપ છે. ફટાફટ વિડીયો પણ બનાવાયો અને લોકોમાં ફેલાયો કે "સાપે અમિતને મરી નાંખ્યો!" વિડીયો વાયરલ પણ થયો પરંતુ તે બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો અને તેમાં લખાયું કે અમિતનું મોત ગળું દબાવવાથી થયું છે સાપના ઝેરથી નહીં. બસ ત્યારથી પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.
સૌથી પહેલા રવિતાને જ પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. સવાલોમાં રવિતા ધીરે ધીરે તૂટી પડી અને આખરે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો કે, "મેં અને મારા પ્રેમીએ મળીને મારા પતિની હત્યા કરી હતી." પોલીસે રવિતા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. સાપ પકડનારની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.