શું તમે શિયાળામાં શુગર લેવલ વધી જવાથી પરેશાન છો ? હા તો રોજ આ હેલ્ધી પીણું પીવો...

ડાયાબિટીસ એક એવો રોગ છે જે વ્યક્તિને અંદરથી નબળું બનાવી દે છે. દુનિયાભરમાં કરોડો લોકો આ બીમારીથી પીડિત છે. આ એક અસાધ્ય રોગ છે.

શું તમે શિયાળામાં શુગર લેવલ વધી જવાથી પરેશાન છો ? હા તો રોજ આ હેલ્ધી પીણું પીવો...
New Update

ડાયાબિટીસ એક એવો રોગ છે જે વ્યક્તિને અંદરથી નબળું બનાવી દે છે. દુનિયાભરમાં કરોડો લોકો આ બીમારીથી પીડિત છે. આ એક અસાધ્ય રોગ છે. જો કે મોટાભાગે વૃદ્ધ લોકો આ રોગનો ભોગ બને છે, પરંતુ આજની જીવનશૈલી અને ખરાબ ખાનપાનને કારણે આ સમસ્યા હવે પુખ્ત વયના લોકો અને બાળકોમાં પણ સામાન્ય બની રહી છે. બ્લડ સુગરના વધતા સ્તરને સામાન્ય બનાવવા માટે, તંદુરસ્ત આહારનું પાલન કરવું જોઈએ, આ સિવાય કસરત પણ મહત્વપૂર્ણ છે. આજે અમે તમને એવા ડ્રિંક્સ વિશે જણાવી રહ્યા છીએ, જેને પીવાથી વધતી સુગરને કંટ્રોલ કરી શકાય છે.

ટામેટાંનો રસ :-

ટામેટાના રસમાં ઓછી કેલરી અને લો ગ્લાયસેમિક ઈન્ડેક્સ હોય છે, એટલે કે તેમાં ખાંડનું પ્રમાણ ઓછું હોય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે ટામેટાંનો રસ ફાયદાકારક છે. અને ખાસ આ શિયાળાની ઋતુમાં વધારે ફાયદાકારક માનવમાં આવે છે.

આમળાનો રસ :-

આમળામાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો રોજ આમળાનો રસ ચોક્કસ પીવો. આ ઋતુમાં ભરપૂર પ્રમાણમા આમળા મળે છે માટે ચોક્કસ તેનો ઉપયોગ કરવો જોઈએ.

કારેલાનો રસ :-

કારેલાનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે. આ પીવાથી બ્લડ સુગરના વધતા સ્તરને સામાન્ય બનાવી શકાય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ પૂરતી માત્રામાં મળી આવે છે. ડાયાબિટીસના દર્દીઓ રોજ ખાલી પેટે કારેલાનો રસ પી શકાય છે.

મેથીનું પાણી :-

ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીનું પાણી અમૃતથી ઓછું નથી. આ પીણું બનાવવા માટે મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને બીજા દિવસે સવારે આ પીણું પી લો. આનાથી તમને ઘણો ફાયદો થશે.

આ હેલ્ધી ડ્રિંક્સ પિતા પહેલા ડાયાબિટીસના દર્દીઓએ તબીબની સલાહ ખાસ લેવી જોઈએ, કારણે કે કોઈ એલર્જી અથવા તો ન ફાવતું હોય તે માટે સલાહ જરૂર લેવી.

#benefits #India #Drink #Health Tips #Healthy Life #Life style #high blood sugar levels
Here are a few more articles:
Read the Next Article