જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, કુલગામમાં 5 આતંકીઓ ઠાર…..

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં શુક્રવારે સુરક્ષાદળો સાથેની અથડામણમાં 5 આતંકવાદી ઠાર માર્યા હતા.

New Update
જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, કુલગામમાં 5 આતંકીઓ ઠાર…..

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં શુક્રવારે સુરક્ષાદળો સાથેની અથડામણમાં 5 આતંકવાદી ઠાર માર્યા હતા. ત્રણેય આતંકવાદી લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલા રેઝિસ્ટન્સ ફોર્સ (TRF)ના હોવાનું જણાવવામાં આવ્યું છે. 16 નવેમ્બરની સાંજે સુરક્ષા દળોને કુલગામના સામનુ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. સર્ચ-ઓપરેશન દરમિયાન આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. આ પછી એન્કાઉન્ટર શરૂ થયું હતું.આ ઓપરેશનમાં સેનાની 34મી રાષ્ટ્રીય રાઈફલ્સ, 9 પેરા (એલિટ સ્પેશિયલ ફોર્સ યુનિટ), CRPF અને રાજ્યની પોલીસ સામેલ હતી. લગભગ 19 કલાક સુધી એન્કાઉન્ટર ચાલ્યું. કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર, એન્કાઉન્ટર ગુરુવારે સાંજે 4.30 વાગ્યે શરૂ થયું હતું. મોડી રાત્રે અંધારું થતાં એને અટકાવી દેવામાં આવ્યું હતું, પરંતુ સવારે ફરી એકવાર ગોળીબાર શરૂ થયો હતો. આજે સવારે અથડામણમાં 5 આતંકવાદી માર્યા ગયા હતા. જે ઘરમાં પાંચ આતંકવાદી છુપાયા હતા એ ઘરમાં ક્રોસ ફાયરિંગ દરમિયાન આગ લાગી હતી. આતંકીઓના મૃતદેહ ડ્રોન કેમેરા દ્વારા દેખાયા છે.

Latest Stories