ચૂંટણી પંચે આજે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ત્રણેય રાજ્યોમાં ગત વખતની જેમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. તો 27 ફેબ્રુઆરીએ નાગાલેન્ડ અને મેઘાલયમાં એક સાથે મતદાન થશે. ત્રણેય રાજ્યોમાં 2 માર્ચે પરિણામ આવશે. ત્રિપુરામાં ભાજપનું શાસન છે, જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં ભાજપ શાસક ગઠબંધનનો ભાગ છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ત્રણેય રાજ્યોમાં મતદાન થયું હતું. ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની 60 બેઠકો છે. આવી સ્થિતિમાં સરકાર બનાવવા માટે બહુમત માટે 31નો આંકડો જરૂરી છે.
વિધાનસભા ચૂંટણી 2023 : 3 રાજ્યોની ચૂંટણીની તારીખ જાહેર, વાંચો ક્યારે યોજાશે મતદાન..!
ચૂંટણી પંચે આજે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ત્રણેય રાજ્યોમાં ગત વખતની જેમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે.
New Update