/connect-gujarat/media/post_banners/433738cbd17ab9f1523cc623cc9d1bfeba845b0681703de42282340a125116d7.webp)
સહકાર અને સહકારિતા સેક્ટર માટે મોદી સરકારે એક મોટો નિર્ણય લેતા દુનિયાની સૌથી મોટી યોજનાને મંજૂરી આપી છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં સહકારી ક્ષેત્રમાં અનાજ સંગ્રહ ક્ષમતા વધારવા માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, આજની કેબિનેટ બેઠકમાં સહકારી ક્ષેત્રમાં દુનિયાની સૌથી મોટી ફૂડ સ્ટોરેજ સ્કીમની મંજૂરીને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે અત્યાર સુધી કુલ સંગ્રહ ક્ષમતા 1450 લાખ ટન છે અને હવે સહકારી ક્ષેત્રમાં 700 લાખ ટન સંગ્રહ ક્ષમતા શરૂ થશે. તેમણે કહ્યું કે સરકાર 1 લાખ કરોડના ખર્ચે વિશ્વની સૌથી મોટી ફૂડ સ્ટોરેજ સ્કીમ શરૂ કરશે.