/connect-gujarat/media/media_files/2025/02/05/IsY1f3b5PRfIBtIUlhlk.jpg)
દિલ્હી વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ આવવા લાગ્યા છે. 10 એક્ઝિટ પોલ આવ્યા છે. 8માં ભાજપને બહુમતી મળતી દેખાઈ રહી છે. 2માં આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર બનાવવાનું અનુમાન છે.
જો ભાજપને બહુમતી મળશે તો તે 27 વર્ષ પછી સત્તામાં પાછી આવશે. આ પહેલા 1993માં ભાજપ દિલ્હીમાં સત્તામાં આવી હતી.
બુધવારે સાંજે 5 વાગ્યા સુધી દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે 57.70% મતદાન થયું છે. મતદાનનો સમય સાંજે 6 વાગ્યે પૂરો થયો છે. ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. સરકાર બનાવવા માટે 36 બેઠકોની જરૂર છે.