/connect-gujarat/media/post_banners/d5c936f7b2397bc1f20b748699df53374e0ea85a1231ea7360d0d3eef8c861e3.jpg)
મધ્ય પ્રદેશના ખરગોન અને ધાર જિલ્લાની સરહદ પર 55 મુસાફરો ભરેલી બસ નર્મદા નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટના ખાલઘાટમાં બનેલા નર્મદા પુલની હોવાનું કહેવાય છે. સવારે પોણા દશ વાગે ધામનોદમાં ખલઘાટ પાસે નર્મદા નદીમાં મુસાફરો ભરેલી બસ પડી ગઈ હતી. બસ ઈન્દૌરથી પુણે જઈ રહી હતી. મહિલાઓ અને બાળકો સહિત કુલ 40 મુસાફરો બેઠેલા હતા. અત્યાર સુધીમાં 13 મૃતદેહ મળી આવ્યા છે. આ બસ ટૂ લેન પુલની રેલીંગ તોડીને નદીમાં ખાબકી હતી. આ પુલ ખૂબ જૂનો હોવાનું કહેવાય છે, આ બસ મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની છે. આ બસ ઈન્દૌરથી મહારાષ્ટ્ર જઈ રહી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, પોલીસ પ્રશાસન રેસ્ક્યૂ ઓપરેશન કરી રહ્યા છે. ખરગોન ધાર ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચ્યા છે. બસમાં જેટલા લોકો સવાર હતા, તેટલા મર્યા હોવાનું કહેવાય છે, જો કે, હાલમાં ચોક્કસ આંકડો સામે આવ્યો નથી, હાલમાં 13 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.