ભાજપના સાંસદ થયા ઇજાગ્રસ્ત,રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો લગાવ્યો આરોપ

ભાજપના સાંસદ પ્રતાપ સારંગીએ મંગળવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર મોટો આરોપ લગાવતા કહ્યું કે તેમના ધક્કાથી હું પડી ગયો અને મારા માથામાં ઈજા થઈ છે.

New Update
a
Advertisment

ભાજપના સાંસદ પ્રતાપ સારંગીએ મંગળવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર મોટો આરોપ લગાવતા કહ્યું કે તેમના ધક્કાથી હું પડી ગયો અને મારા માથામાં ઈજા થઈ છે. આ મામલે રાહુલ ગાંધીએ પણ નિવેદન આપ્યું છે.

Advertisment

સંસદના બંને ગૃહોમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના મુદ્દે કોંગ્રેસ અને ભાજપ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આ દરમિયાન મકર દ્વાર ખાતે બંને પક્ષના સાંસદો વચ્ચે મારામારી અને ઝપાઝપી થઇ હોવાનું જાણવા મળ્યું હતું.

સંસદના બંને ગૃહોમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના મુદ્દે કોંગ્રેસ અને ભાજપ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મકર દ્વાર ખાતે બંને પક્ષના સાંસદો વચ્ચે મારામારી અને ઝપાઝપીની ઘટના બની હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.જેમાં ભાજપના સાંસદ પ્રતાપ સારંગીને માથાના ભાગે ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલ સાંસદનો આરોપ છે કે રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યોજે તેમના પર પડ્યો અને ઇજા થઇ. આ આરોપનો જવાબ આપતા રાહુલે કહ્યુંહા,તેઓ અમને પ્રવેશદ્વાર પર રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા એટલે ધક્કો મારવાની ફરજ પડી હતી.

Latest Stories