Connect Gujarat
દેશ

બોલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટ રાહુલ ગાંધી સાથે પદયાત્રામાં જોડાયા

કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલમાં તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં શરૂ થયેલી પદયાત્રામાં બોલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટ પણ જોડાયા છે.

બોલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટ રાહુલ ગાંધી સાથે પદયાત્રામાં જોડાયા
X

કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલમાં તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં શરૂ થયેલી પદયાત્રામાં બોલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટ પણ જોડાયા છે. પૂજા ભટ્ટ થોડા સમય માટે યાત્રામાં જોડાયા હતા.

ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બર 2022 ના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી, ત્યારબાદ તે આંધ્રપ્રદેશ, કેરળ અને કર્ણાટકમાંથી પસાર થઈને હવે તેલંગાણા પહોંચી છે. આ યાત્રા જમ્મુ-કાશ્મીરમાં સમાપ્ત થશે.

આ પહેલા અભિનેત્રી પૂનમ કૌર પણ આ યાત્રામાં જોડાઈ હતી. મુલાકાત દરમિયાન તેમની અને રાહુલ ગાંધીની એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં બંને એકબીજાનો હાથ પકડેલા જોવા મળ્યા હતા. આ તસવીરને લઈને રાજકારણ પણ શરૂ થઈ ગયું હતું. આ તસવીર શેર કરતા કર્ણાટક બીજેપી નેતા પ્રીતિ ગાંધીએ લખ્યું, 'મારા પરદાદાના પગલે ચાલીને!' આ માટે તેની ભારે ટીકા થઈ હતી.

પૂનમે પ્રીતિ ગાંધી પર પણ વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે 'હું લપસી ગઈ હતી અને લગભગ પડી જવાની હતી, ત્યારે જ સર એ મારો હાથ પકડી લીધો. પીએમ મોદી નારી શક્તિની વાત કરે છે, પરંતુ તમે એ જ સ્ત્રી શક્તિનું અપમાન કરી રહ્યા છો.

ભારત જોડો યાત્રામાં હૈદરાબાદ યુનિવર્સિટીના દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની માતા મંગલાવર પણ સામેલ થયા હતા. તેમણે ટ્વીટ કરીને ભારત જોડો યાત્રા પ્રત્યે એકતા વ્યક્ત કરી અને કોંગ્રેસને ભાજપ અને આરએએસથી બંધારણ બચાવવા વિનંતી કરી. રોહિતે 2016માં કથિત ઉત્પીડન બાદ હોસ્ટેલમાં આત્મહત્યા કરી લીધી હતી.

Next Story