New Update
/connect-gujarat/media/post_banners/c9c0374e45e7a1c622541e60de70e9fad97c299df0ce306e4efe6643f20bc715.webp)
મહારાષ્ટ્રમાં એક દિવસમાં ફોન પર બે બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ મળી છે. સોમવારે અન્ય એક ફોન કૉલમાં Google ઑફિસને ઉડાવી દેવાની ધમકી આપ્યા પછી બીજા કૉલરે મુંબઈ પોલીસના જોઈન્ટ કમિશનરને મીરા ભાયંદર વિસ્તારમાં સંભવિત બોમ્બ બ્લાસ્ટ વિશે જાણ કરી છે. જણાવવામાં આવ્યું છે કે આ કોલ રવિવારે મોડી રાત્રે બે વાગ્યે આવ્યો હતો. જેના પછી પોલીસને એલર્ટ કરવામાં આવી હતી ફોન કરનારે પોતાનું નામ યશવંત માને જણાવ્યું હતું. આ મામલે તપાસ ચાલી રહી છે.