Connect Gujarat
દેશ

BREAKING NEWS: શરદ પવારે નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યુ

શરદ પવારે મંગળવારે નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

BREAKING NEWS: શરદ પવારે નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યુ
X

શરદ પવારે મંગળવારે નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. પવારે કહ્યું હતું કે તેઓ રાજીનામું આપવા જઈ રહ્યા છે. તેમણે હજુ સુધી પદ છોડવાનું કારણ જણાવ્યું નથી. NCP મહારાષ્ટ્રમાં મહા-વિકાસ આઘાડી ગઠબંધનમાં સહયોગી છે4 દિવસ પહેલાં ગુરુવારે શરદ પવારે કહ્યું હતું કે રોટલી ફેરવવાનો સમય આવી ગયો છે.મને કોઈએ કહ્યું હતું કે રોટલી યોગ્ય સમયે ફેરવવી પડે છે.જો ઊલટાવી લેવામાં ન આવે તો તે કડક બની જાય છે. આ નિવેદન પર અજિત પવારે કહ્યું કે નવા ચહેરાઓને આગળ લાવવાની એનસીપીની પરંપરા રહી છે.

  • શરદ પવારનો જન્મ 12 ડિસેમ્બર, 1940ના રોજ થયો હતો. પવારે 1967માં કોંગ્રેસ સાથે રાજકીય સફર શરૂ કરી હતી.
  • તેઓ પહેલીવાર 1984માં બારામતીથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. તેમણે 20 મે 1999ના રોજ કોંગ્રેસથી અલગ થઈ ગયા અને 25 મે 1999ના રોજ એનસીપીની રચના કરી.
  • એનસીપીની રચના શરદ પવાર, તારિક અનવર અને પીએ સંગમાએ મળીને કરી હતી. આ ત્રણેય અગાઉ કોંગ્રેસમાં હતા.
  • મહારાષ્ટ્રના સૌથી યુવા મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે.1993માં તેમણે ચોથી વખત સીએમ તરીકે શપથ લીધા હતા.
  • તેમની રાજકીય કારકિર્દીમાં તેઓ યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે.
  • આ સિવાય તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
  • પવાર 2005 થી 2008 સુધી BCCI ના અધ્યક્ષ હતા અને 2010 માં ICC ના અધ્યક્ષ બન્યા હતા.
  • પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ છે. પોતાનો રાજકીય વારસો પુત્રી સુપ્રિયા સુલેને સોંપી દીધો છે.
  • NCPના ટોચના નેતાઓમાંના એક હોવા ઉપરાંત, સુપ્રિયા 2009 અને 2014માં તેમના પિતાની બેઠક બારામતીથી બે વખત સાંસદ રહી ચૂક્યા છે.
  • અજિત પવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી NCPનો ઝંડો હટાવ્યોઃ ભાજપને સમર્થન આપવાની અટકળો પર તેમણે કહ્યું- હું સંપૂર્ણપણે NCP સાથે છું
Next Story