New Update
છત્તીસગઢના બાલોદમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ કરૂણ અકસ્માતમાં 1 બાળક સહિત 5 મહિલાઓના મોતથી થયા છે. આ અકસ્માતમાં લગભગ 25 લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ સોમવારે વહેલી સવારે ગોડા પુલિયા પાસે ટ્રકે પીકઅપ વાહનને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 1 બાળક સહિત 5 મહિલાઓ મોત નિપજ્યાં છે. જ્યારે 20 થી 25 લોકો ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલોને જિલ્લા હોસ્પિટલ, બાલોદા બજાર મોકલવામાં આવ્યા હતા.
પીકઅપમાં સવાર તમામ લોકો છઠ્ઠા કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ શરૂ કરી છે.
Latest Stories