દિલ્લીનાં નવનિયુક્ત મુખ્યમંત્રી રેખા ગુપ્તા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છા મુલાકાત કરી

શુભેચ્છા મુલાકાત દરમિયાન ભૂપેન્દ્ર પટેલે દિલ્હીના મુખ્યમંત્રી તરીકેના રેખા ગુપ્તાના કાર્યકાળમાં દિલ્હી વિકાસના નવા શિખરો કરે તેવી શુભેચ્છાઓ આપી 

New Update
Bhupendra Patel Meat Rekha Gupta

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દિલ્હીના નવ નિયુક્ત મુખ્યમંત્રી રેખા ગુપ્તાની શુભેચ્છા મુલાકાત નવી દિલ્હીમાં લીધી હતી. ભારતીય જનતા પાર્ટીને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મળેલા પ્રચંડ વિજય અંગે પણ મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે દિલ્હીના મુખ્યમંત્રી તરીકેના રેખા ગુપ્તાના કાર્યકાળમાં દિલ્હી વિકાસના નવા શિખરો કરે તેવી શુભેચ્છાઓ આપી 

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ આ શુભેચ્છા મુલાકાત દરમ્યાન ઉપસ્થિત હતા. ગુજરાતમાં બજેટ સત્ર હોવાથી ભૂપેન્દ્ર પટેલ રેખા ગુપ્તાની શપથવિધિમાં હાજર રહી શક્યા ન હતા. ગુજરાતનું બજેટ રજૂ થઈ ગયા બાદ આજે તેઓ દિલ્લીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાની શુભેચ્છા મુલાકાત લીધી.