/connect-gujarat/media/media_files/2025/08/15/acneui-2025-08-15-17-07-46.png)
જમ્મુના સંભાગના કિશ્તવાડમાં 14 ઓગષ્ટના રોજ વરસાદી આફત આવી હતી.
બપોરે 2.30 કલાકે વાદળ ફાટ્યું જેમાં અત્યાર સુધી 60 લોકોના મોત થયા છે જ્યારે 100 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પીએમ મોદીએ કિશ્તવાડમાં આવેલી વરસાદી આફત બાદ જમ્મુ કાશ્મીરના સીએમ ઉમર અબ્દુલ્લા અને ઉપરાજ્યપાલ મનોજ સિંહા સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ સ્થિતિનો તાગ મેળવ્યો અને દરેક સંભવિત મદદનું આશ્વાસન આપ્યું હતું.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર જમ્મુ કાશ્મીરના સીએમ અને એલજી સાથે વાત કરીને પોસ્ટ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે કિશ્તવાડમાં વાદળ ફાટવાથી પૂરની સ્થિતિ બાદ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સાથે વાત કરી હતી. અધિકારી પ્રભાવિત લોકોની સહાયતા માટે જમીની સ્તર પર કામ કરી રહ્યા છે. કિશ્તવાડમાં વાદળ ફાટવાથી પૂર આવ્યું અને અનેક લોકો તેનો ભોગ બન્યા હતા.સીએમ ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું કે આ ઘટનામાં 60 લોકોના મોત થયા છે. જ્યારે 100 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સીએમ અબ્દુલ્લાએ જે પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા તે પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઇજાગ્રસ્તો ઝડપી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. તેમણે કિશ્તવાની જનતાને કહ્યું કે લોકોને આશ્વસ્ત કરવા માગું છું કે સરકાર દરેક સંભવિત કોશિશ કરી રહી છે.