કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાયેલ પ્રાકૃતિક ખેતી અને ખેતી ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ અંગેની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ વર્ચ્યુઅલ માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા 'બેક ટુ બેઝિક'ના આહવાનને ગુજરાતે પ્રાકૃતિક ખેતીની ઝૂંબેશ રૂપે ઉપાડયું છે. રાજ્યમાં ૩ લાખ એકરથી વધુ જમીનમાં અઢીલાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે કૃષિ ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ થાય તેવા ધ્યેય સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે.
દિલ્હીમાં યોજાયેલ ખેતી ક્ષેત્રે ડિજિટલ ટેક્નોલોજીના ઉપયોગ અંગેની સમીક્ષા બેઠકમાં CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત
ગુજરાતે પ્રાકૃતિક ખેતીની ઝૂંબેશ રૂપે ઉપાડયું છે. રાજ્યમાં ૩ લાખ એકરથી વધુ જમીનમાં અઢીલાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.
New Update