/connect-gujarat/media/media_files/2025/06/29/orissa-cm-2025-06-29-15-16-47.jpg)
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ રવિવારે પુરીમાં એક મંદિર પાસે થયેલી ભાગદોડ માટે માફી માંગી. સીએમ માઝીએ ભગવાન જગન્નાથના ભક્તોની માફી માંગી છે.
પુરીમાં થયેલી ભાગદોડમાં ત્રણ લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે વહેલી સવારે શ્રી ગુંડીચા મંદિર પાસે થયેલી ભાગદોડમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. લગભગ50લોકો ઘાયલ પણ થયા છે.
આ અકસ્માત અંગે સીએમ માઝીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ'X'પર ઓડિયા ભાષામાં એક લિંક પોસ્ટ કરીને કહ્યું, 'હું અને મારી સરકાર બધા જ જગન્નાથ ભક્તોની માફી માંગીએ છીએ. ભાગદોડમાં જીવ ગુમાવનારા ભક્તોના પરિવારો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ.'
આ સાથે,સીએમ માઝીએ કહ્યું કે તેઓ મહાપ્રભુ જગન્નાથને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપવા માટે પ્રાર્થના કરે છે. તેમણે એમ પણ કહ્યું કે સુરક્ષામાં થયેલી ખામીની તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
માઝીએ કહ્યું, "આ બેદરકારી માફીપાત્ર નથી. સુરક્ષામાં થયેલી ભૂલની તાત્કાલિક તપાસ કરવામાં આવશે અને મેં નિર્દેશ આપ્યો છે કે આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવે."
અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે સવારે4વાગ્યાની આસપાસ શ્રી ગુંડીચા મંદિર પાસે ભાગદોડ મચી ગઈ હતી જ્યારે સેંકડો ભક્તો રથયાત્રા ઉત્સવ જોવા માટે મંદિર પાસે એકઠા થયા હતા. તેમણે જણાવ્યું હતું કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને છ લોકોની હાલત ગંભીર છે.