Connect Gujarat
દેશ

રાહુલ ગાંધીની ED દ્વારા પૂછપરછને લઈ કોંગ્રેસમાં રોષ, આજે દેશભરના કાર્યકરો રાજભવનનો ઘેરાવ કરશે

નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ગઈ કાલે સતત ત્રીજા દિવસે ED દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.

X

નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની ગઈ કાલે સતત ત્રીજા દિવસે ED દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન રાહુલ ગાંધીની EDની પૂછપરછનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ દિલ્હી પોલીસ પર હુમલાનો આરોપ લગાવ્યો હતો. આ કારણે કોંગ્રેસે 24 અકબર રોડ પર પાર્ટીના કાર્યકર્તાઓને વગર ઉશ્કેરણીમાં ઘૂસીને હુમલો કરવા બદલ દિલ્હી પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નવી દિલ્હીના તુઘલક રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.રાહુલ ગાંધીની EDની પૂછપરછ સામે આંદોલન કરી રહેલી કોંગ્રેસે ગતરોજ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, અને દિલ્હી પોલીસની પાર્ટીના મુખ્યાલયમાં બળજબરીથી પ્રવેશને લોકશાહીની હત્યા ગણાવી હતી.

મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકારના ઈશારે પોલીસે મુખ્ય વિપક્ષી પાર્ટીના હેડક્વાર્ટરમાં ઘૂસીને નેતાઓ અને કાર્યકરોને માર માર્યો જે દેશની આઝાદીના પૂર્વ ગૃહમંત્રી અને પક્ષના નેતા પી ચિદમ્બરમે ટ્વીટ કર્યું કે કોંગ્રેસ મુખ્યાલયમાં પોલીસે જે કર્યું તે આપણી સ્વતંત્રતાનું અપમાનજનક ઉલ્લંઘન હતું. પોલીસ પાસે સર્ચ કે ધરપકડનું વોરંટ નહોતું, છતાં તેઓ હેડક્વાર્ટરમાં ઘૂસી ગયા, સાંસદો સહિત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને બહાર કાઢીને રસ્તા પર ફેંકી દીધા. આમ કરવાથી લોકશાહીના દરેક કાયદાકીય અને રાજકીય ધોરણોનું ઉલ્લંઘન થયું છે અને અમે પોલીસની આ કાર્યવાહીને સખત શબ્દોમાં વખોડીએ છીએ.

બુધવારે વિરોધ પ્રદર્શન દરમિયાન પાંચ સાંસદો સહિત 240 કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે તેમના ઇનકાર છતાં, કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પ્રતિબંધિત વિસ્તારોમાં વિરોધ કરીને અશાંતિ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ, કોઈપણ સરઘસ અને વિરોધ પ્રદર્શનને જંતર-મંતર પર જ મંજૂરી આપવામાં આવી હતી.

Next Story