Connect Gujarat
દેશ

કોંગ્રેસને મળ્યા નવા સુકાની, ૨૪ વર્ષ બાદ બિન ગાંધી કોંગ્રેસી પ્રમુખ બન્યા મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે બે ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર વચ્ચે સીધી જ ટક્કર હતી.

કોંગ્રેસને મળ્યા નવા સુકાની, ૨૪ વર્ષ બાદ બિન ગાંધી કોંગ્રેસી પ્રમુખ બન્યા મલ્લિકાર્જુન ખડગે
X

કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઇ ગયા છે. કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે ની જીત થઇ ગઇ છે. જેમાં કુલ 9385માંથી 7897 વોટ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા છે. જ્યારે શશી થરુરને માત્ર 1072 મત જ પ્રાપ્ત થયા છે .આમ કોંગ્રેસને વર્ષો બાદ ગેર કોંગ્રેસ પ્રમુખ મળ્યા છે॰કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે બે ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર વચ્ચે સીધી જ ટક્કર હતી. જેમાથી કોંગ્રેસ અધ્યક્ષ ની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે ની જીત થઈ છે.

કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી યોજાઈ હતી અને પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમનો મતદાન થયું હતું. જેઓ બંન્ને કોંગ્રેસ અધ્યક્ષ ની ચૂંટણી માટે પ્રચાર અર્થે ગુજરાતમાં પણ આવ્યા હતા તો દેશભરમાં કોંગ્રેસ ડેલિગેટ્સ મતદાન કર્યું હતું નવા અધ્યક્ષની વરણી થતા પાર્ટીને 24 વર્ષ બાદ પહેલી વાર કોંગ્રેસ બિન ગાંધી પરિવારના 65માં અધ્યક્ષ મળી ગયા છે મલ્લિકાર્જુન ખડગે 16મી લોકસભા માં કર્ણાટક માં પાર્ટીના કદાવર નેતા છે. તેઓ કર્ણાટકના ગુલબર્ગા થી કોંગ્રેસના સાંસદ ચૂંટાઈ આવ્યા છે.

તો આ સાથે જ તેઓ ભારત સરકારમાં રેલ્વેમાં પૂર્વ મંત્રી પણ હતા. તેમની છબી એક સ્વચ્છ અને સક્ષમ નેતાની છે. તેઓ રાજકારણ, કાયદો, વહીવટની ગતિશીલતાના સારા જાણકાર માનવામાં આવે છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી એનડીએ સરકાર વિરુદ્ધ લોકસભામાં મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે પોતાનું નેતૃત્વ કર્યુ હતું

Next Story