![ગુજરાત સહિત સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં ઈસ્લામિક સંગઠન પર કાર્યવાહી, PFIના અનેક કાર્યકરોની ધરપકડ](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/connect-gujarat/media/post_banners/1770a8ccd447dfae2956eb162271fc90d647768c4c5436e5af24ad1590888f23.webp)
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને EDએ મંગળવારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)નાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, આસામ અને કર્ણાટક સહિત 9 રાજ્યમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી 8, કર્ણાટકના કોલારમાંથી 6 અને આસામમાંથી 7 કાર્યકરની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય SDPIના સેક્રેટરીની પણ ધરપકડ કરવામાં આવી છે. સુરત, નવસારી, બનાસકાંઠા અને અમદાવાદમાં વિવિધ સ્થળો પર ગુજરાતમાં ATS દ્વારા સર્ચ-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ફરી એક વખત આતંકવાદી સંગઠન સાથે કનેક્ટેડ લોકોની શંકાના આધારે પૂછપરછ થઈ રહી હોવાની વિગતો સામે આવી રહી છે. પાકિસ્તાની સંગઠન PFI સાથે ગુજરાતના કેટલાક જગ્યાના લોકો સીધા કનેક્ટ થતાં જે પાકિસ્તાની સંસ્થાના ફંડિંગ સાથે કનેક્ટેડ છે તેમની બાતમીના આધારે અટકાયત કરવામાં આવી છે.ATS સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતના નવસારી પાસેના સાત આઠ લોકોની કેટલીક બાતમીના આધારે અટકાયત કરીને ગુજરાત ATSની ઓફિસ લાવવામાં આવ્યા છે.