પૂર્વ માધ્ય બંગાળની ખાડી પર દાના ચક્રવાતનું જોખમ, 1.14 લાખ લોકોને સલામત સ્થળ પર ખસેડાયા

પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર બનેલ એક ચક્રવાતી તોફાન દાનાનું ઉત્તર પશ્ચિમની તરફ વધવું અને 24 ઓક્ટોબરે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીની ઉપર એક ગંભીર ચક્રવાત તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે.

New Update
a

પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર બનેલ એક ચક્રવાતી તોફાન દાનાનું ઉત્તર પશ્ચિમની તરફ વધવું અને 24 ઓક્ટોબરે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીની ઉપર એક ગંભીર ચક્રવાત તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. જેને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળ સરકારે સુંદરબન અને સાગર ટાપુ સહિતના વિસ્તારોમાંથી 1.14 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. 

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓડિશા સ્થિત ભિતરકાનિકા નેશનલ પાર્ક અને ધર્મા પોર્ટની વચ્ચે ગુરૂવારની રાતથી લઇને શુક્રવારની સવાર દરમિયાન વાવાઝોડું ત્રાટકશે.પશ્ચિમ બંગાળ સરકારે કુલ 2,82,863 લોકોને ખસેડવાનું નક્કી કર્યું છે.જે પૈકી 1,14,613 લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. વાવાઝોડા દાનાને ધ્યાનમાં રાખીને પૂર્વ રેલવેએ સિલદાહ ડિવિઝનમાં ગુરૂવાર રાત્રે 8 વાગ્યા થી શુક્રવાર સવારે 10 વાગ્યા સુધી 190 લોકલ ટ્રેનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ વાવાઝોડા દાનાને ધ્યાનમાં રાખીને કોલકાતા એરપોર્ટ સત્તાવાળાએઓએ ગુરૂવાર સાંજે 6 વાગ્યાથી 15 કલાક સુધી તમામ ફ્લાઈટ રદ કરવાનો નિર્ણય લીધો છે.

ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સની ટીમ તૈનાત કરવામાં આવી છે.ભારતીય સેનાભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળની ટીમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. બંને રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. આગામી પાંચ દિવસ માટે શાળા-કોલેજોઆંગણવાડી અને સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવી છે. કંપનીઓના કર્મચારીઓ ઘરેથી કામ પર છે અને ડોક્ટરપોલીસ કર્મચારીઓ, CRPF અને સંબંધિત અધિકારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે.

Latest Stories