Connect Gujarat
દેશ

રેલ્વે વિભાગે લીધો નિર્ણય,મુંબઇ લોકલ ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર

પશ્ચિમ રેલવેના સંકલનમાં પનવેલથી અંધેરી અને CSMTથી અંધેરી સેવાઓના વિસ્તરણથી મુસાફરોનો સમય બચશે

રેલ્વે વિભાગે લીધો નિર્ણય,મુંબઇ લોકલ ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર
X

મુંબઇ લોકલ ટ્રેનના ટાઇમ ટેબલમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. કોરોના(Corona) સમયગાળા પછી મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ રેલવેએ હાર્બર, ટ્રાન્સ-હાર્બર લાઇન, બેલાપુર, નેરુલ અને ખારકોપરને જોડતા ચોથા કોરિડોરના સમયપત્રકમાં સુધારો કર્યો છે. આ ટાઈમ ટેબલ1 ડિસેમ્બર 2021થી લાગુ થશે.હાલમાં મુખ્ય લાઇનની સેવાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સેન્ટ્રલ રેલવેના જનરલ મેનેજર અનિલ કુમાર લાહોટીએ જણાવ્યું હતું કે, "પશ્ચિમ રેલવેના સંકલનમાં પનવેલથી અંધેરી અને CSMTથી અંધેરી સેવાઓના વિસ્તરણથી મુસાફરોનો સમય બચશે. તે મુસાફરોને નવી મુંબઈ અને મુંબઈ વચ્ચે એકીકૃત મુસાફરી કરવામાં પણ મદદ કરશે."

સેન્ટ્રલ રેલવેએ હાર્બર લાઇનની સેવાઓને ગોરેગાંવ સ્ટેશન સુધી લંબાવી છે. આ સાથે હાર્બર લાઇનથી ગોરેગાંવ સુધી કુલ 106 સેવાઓ ઉપલબ્ધ થશે. રેલવે પણ આ વિસ્તરણને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વિસ્તરણ મુસાફરોને સુવિધા આપશે. સેન્ટ્રલ રેલવેના એક અધિકારીના જણાવ્યા અનુસાર હાલમાં સીએસએમટીથી અંધેરી સ્ટેશન સુધી 44 સેવાઓ ચાલી રહી છે. હવે તેને ગોરેગાંવ સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પનવેલ અને અંધેરી વચ્ચે ચાલતી 18 સેવાઓને પણ ગોરેગાંવ સુધી લંબાવવામાં આવી છે.

Next Story