દિલ્હી: યુવતી પર યુવકે ફેક્યું એસિડ, પીડિતા સફદરજંગ હોસ્પિટલમાં દાખલ.!

દિલ્હીના દ્વારકા વિસ્તારમાં બાઇક પર આવેલા યુવકોએ એક વિદ્યાર્થીની પર એસિડ ફેંક્યું હતું. ઘટના બુધવાર સવારની છે.

New Update
દિલ્હી: યુવતી પર યુવકે ફેક્યું એસિડ, પીડિતા સફદરજંગ હોસ્પિટલમાં દાખલ.!

દિલ્હીના દ્વારકા વિસ્તારમાં બાઇક પર આવેલા યુવકોએ એક વિદ્યાર્થીની પર એસિડ ફેંક્યું હતું. ઘટના બુધવાર સવારની છે. પીડિતાને સફદરજંગ હોસ્પિટલમાં રીફર કરવામાં આવી છે. દિલ્હી પોલીસના અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા છે. એક આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.



પોલીસના જણાવ્યા અનુસાર, પીએસ મોહન ગાર્ડન વિસ્તારમાં એક વિદ્યાર્થીની પર એસિડ એટેકની ઘટના અંગે સવારે 9 વાગ્યે પીસીઆર કોલ આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે સવારે 7.30 વાગ્યે બાઇક પર સવાર બે આરોપીઓએ 17 વર્ષની છોકરી પર એસિડ જેવા પદાર્થ વડે હુમલો કર્યો હતો. ઘટના સમયે યુવતી તેની નાની બહેન સાથે હતી. તેણે પોતાની ઓળખતા બે લોકો પર શંકા વ્યક્ત કરી છે. એક વ્યક્તિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક અહેવાલો મુજબ વિદ્યાર્થીનીની હાલત સ્થિર છે.

Read the Next Article

મહારાષ્ટ્રના પૂણેમાં પુલ ધરાશાયી થતાં આશરે 30 લોકો નદીમાં તણાયા હોવાની સંભાવના, બે મૃતદેહ મળ્યા

અનરાધાર વરસાદના કારણે પૂણેની ઈન્દ્રાયણી નદી પર આવેલો પુલ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 25થી 30 લોકો તણાયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી

author-image
By Connect Gujarat Desk
New Update
Pune Bridge collapses

મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદના કારણે પૂણેની Indrayani River પર આવેલો પુલ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 25થી 30 લોકો તણાયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

પૂણે ગ્રામીણ વિસ્તાર કુંદમાલામાં ભારે વરસાદના કારણે ઈન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો. જેમાં 25થી 30 પ્રવાસીઓ તણાયા હોવાની માહિતી મળી છે. તમામ પુલ પર ઉપસ્થિત હતા. આ ઘટના પૂણેના માવલ તાલુકાની છે. અહીંનું કુંદમાલા તેના કુદરતી સૌંદર્યના કારણે પ્રચલિત પ્રવાસન સ્થળ છે.

પોલીસફાયર બ્રિગેડએનડીઆરએફ અને સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી છે. જેમાં પાંચથી છ લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. માવલ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તેમાં આજે રવિવાર હોવાના કારણે પ્રવાસીઓની ભીડ વધુ હતી. ઈન્દ્રાયણી નદીમાં જળસ્તર વધ્યું હોવાથી આસપાસના લોકો દ્રશ્ય નિહાળવા આવ્યા હતા. પરંતુ અચાનક પુલ તૂટી પડતા લોકો તણાયા હતા.

કુંદમાલાના એક કિનારેથી બીજા કિનારે જવા માટે બનેલો પુલ અત્યંત જૂનો હતો. જે જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા બે-ત્રણ મહિનાથી તેના પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જો કેરવિવાર તેમજ વરસાદના માહોલમાં કુદરતી રમણીય દ્રશ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. બપોરે અચાનક પુલ તૂટી પડ્યો હતો.