દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો નિર્ણય, પૂર્વ મુખ્યમંત્રી-મંત્રીઓના અંગત સ્ટાફની સેવાઓ પર મુક્યું પૂર્ણવિરામ..!

દિલ્હીના મુખ્યમંત્રીનું પદ સાંભળતાની સાથે જ રેખા ગુપ્તાએ મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને મંત્રીઓના અંગત સ્ટાફની સેવાઓ સમાપ્ત કરી દીધી છે.

New Update
aaa

દિલ્હીના મુખ્યમંત્રીનું પદ સાંભળતાની સાથે જ રેખા ગુપ્તાએ મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને મંત્રીઓના અંગત સ્ટાફની સેવાઓ સમાપ્ત કરી દીધી છે. ઉપરાંતઅગાઉની સરકારો દ્વારા અન્ય સ્થળોએ નિયુક્ત કરાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક તેમના મૂળ વિભાગોમાં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. 

Advertisment

રાજધાની દિલ્હીમાં ભાજપ સરકારે ગાદી સાંભળતા જ મોટો નિર્ણય લીધો છે. નવી સરકારના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશી અને મંત્રીઓના અંગત સ્ટાફની સેવાઓ સમાપ્ત કરી દીધી છે. એટલું જ નહીંઅગાઉની સરકારો દ્વારા અન્ય સ્થળોએ નિયુક્ત કરાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને હવે તાત્કાલિક તેમના મૂળ વિભાગોમાં રિપોર્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબઘણા અધિકારીઓ અને કર્મચારીઓને અન્ય બોર્ડ કોર્પોરેશનોમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા હતા. તે જ સમયેએક અઠવાડિયા પહેલાપાછલી સરકાર દ્વારા તમામ વિભાગો પાસેથી કોન્ટ્રાક્ટ અને વ્યક્તિગત સ્ટાફ સંબંધિત માહિતી માંગવામાં આવી હતી. તેમને તેમના મૂળ વિભાગમાં પાછા ફરવાનું કહેવામાં આવ્યું છે. વધુમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા તા. 21 ફેબ્રુઆરી-2025ના રોજ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને મળશે. ત્યારબાદ તેઓ પીએમ મોદીને પણ મળશે તેવું જાણવા મળી રહ્યું છે.

Advertisment
Latest Stories