દિલ્હીની હોસ્પિટલોને મળી બોમ્બની ધમકી , OPD દર્દીઓને તપાસ માટે બહાર કાઢવામાં આવ્યા.

રાજધાની દિલ્હીની હોસ્પિટલોને 33 કલાક અને 15 મિનિટ પછી બીજી વખત મેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે.

New Update
દિલ્હીની હોસ્પિટલોને મળી બોમ્બની ધમકી , OPD દર્દીઓને તપાસ માટે બહાર કાઢવામાં આવ્યા.

રાજધાની દિલ્હીની હોસ્પિટલોને 33 કલાક અને 15 મિનિટ પછી બીજી વખત મેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. રવિવારે બપોરે 3:04 કલાકે પહેલી વાર આ મેઇલ મળ્યો હતો. સોમવારે મોડી રાત્રે 12.19 કલાકે બીજી વખત મેલ મળ્યો હતો. મંગળવારે દિલ્હી સ્ટેટ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં OPD પહોંચેલા દર્દીઓને સુરક્ષા તપાસ માટે બહાર રોકી દેવામાં આવ્યા છે. આ વખતે તિહાર જેલના ડાયરેક્ટર જનરલને પણ એક મેલ મોકલવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે, હોસ્પિટલ પરિસરમાં શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ સોમવારે બપોરે 12.19 વાગ્યે આવ્યો હતો. આ વખતે મેઈલ આઈડી અલગ છે ([email protected]).

મળતી માહિતી મુજબ, દિલ્હીની દીપ ચંદ બંધુ હોસ્પિટલ, જીટીબી હોસ્પિટલ, દાદા દેવ હોસ્પિટલ, હેડગેવાર હોસ્પિટલ સહિત ઘણી હોસ્પિટલોમાં બોમ્બની ધમકીના ઈમેલ મળ્યા છે. કેસમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. દિલ્હી ફાયર સર્વિસે આ જાણકારી આપી છે. આ પહેલા 12 મેના રોજ દિલ્હીની ઘણી હોસ્પિટલોને બોમ્બની ધમકી મળી હતી. આ અંગે હોસ્પિટલોને ઈમેલ આવ્યો હતો.

Latest Stories