/connect-gujarat/media/post_banners/06f716b15a99aed4fadad8e2b391e5ef50b08453108750043ffb8f1041b66896.webp)
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ગઈકાલે એક દિવસની અમદાવાદ ટૂંકી મુલાકાતે આવ્યા હતા. જેમાં તેઓએ યુવાનો અને આઉટસોર્સિંગ કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન હર્ષ સોલંકી નામના યુવાને અરવિંદ કેજરીવાલને જેમ રીક્ષા ચાલક ના ઘરે જમવા ગયા હતા તેમ તેના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું હતું. અરવિંદ કેજરીવાલને તેના ઘરે જમવા આવવા માટે કહ્યું હતું પરંતુ તે પહેલાં અરવિંદ કેજરીવાલે તેમના ઘરે જમવા મટે આમંત્રણ આપ્યું હતું. તેથી આજે હર્ષ સોલંકી તેના પરિવાર સાથે પ્લેનમાં દિલ્હી પહોંચ્યો હતો અને ત્યાં તેમણે ભોજન કર્યું હતું.
એરપોર્ટ પર તેમને ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ આવકાર્યા હતા. અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ દરમિયાન તેમની સાથે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ સાથે હતા. ત્યારબાદ સોલંકી પરિવાર સાથે અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતા. જ્યાં હર્ષ સોલંકી ના સમગ્ર પરિવારનું સ્વાગત કર્યું હતું. કેજરીવાલનું સ્વાગત અને આત્મીયતા જોઈને હર્ષ સોલંકી ભાવુક થઈ ગયા હતા. હર્ષ સોલંકી કેજરીવાલને બાબાસાહેબની તસવીર ભેટમાં આપી હતી. ભોજન લીધા બાદ હર્ષ સાંજના સમયે મોહલ્લા ક્લિનિક ની મુલાકાત કરશે ત્યારબાદ રાતના સમયે તે અમદાવાદ એરપોર્ટ પહોંચીએ