Connect Gujarat
દેશ

દિલ્હી: MCDના મેયર, ડેપ્યુટી મેયરની ચુંટણીમાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ, મારામારી અને ધક્કામૂકીનાં દ્રશ્યો

હંગામાને કારણે દિલ્હીમાં MCDના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા ત્રણ કલાક પછી પણ શરૂ થઈ નથી.

દિલ્હી: MCDના મેયર, ડેપ્યુટી મેયરની ચુંટણીમાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ, મારામારી અને ધક્કામૂકીનાં દ્રશ્યો
X

હંગામાને કારણે દિલ્હીમાં MCDના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા ત્રણ કલાક પછી પણ શરૂ થઈ નથી. કાઉન્સિલરોની શપથવિધિ સવારે 11 વાગ્યે શરૂ થવાની હતી. પ્રિસાઇડિંગ ઓફિસરે સૌપ્રથમ નામાંકિત સભ્યોને શપથ લેવડાવ્યા હતા. આમ આદમી પાર્ટી (AAP)ના સભ્યોએ વિરોધ કરવાનું શરૂ કર્યું.AAPના વિરોધનો ભાજપના કોર્પોરેટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

બંને વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી.AAPના કોર્પોરેટરો પ્રિસાઇડિંગ ઓફિસરની સીટ પર ચઢી ગયા હતા.આ દરમિયાન કેટલાક કાઉન્સિલરો ખુરસી ઉપાડીને અપશબ્દો બોલતા જોવા મળ્યા હતા. કેટલાક નીચે પડી ગયા. કેટલાકને ઈજા થઈ.LGએ ભાજપના કોર્પોરેટર સત્ય શર્માને મેયરની ચૂંટણી માટે પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા.AAPએ મુકેશ ગોયલનો પ્રસ્તાવ મૂક્યો હતો. AAPએ તેનો પણ વિરોધ કર્યો હતો.આ પછી, પ્રોટેમ સ્પીકરે એલજીના નામાંકિત સભ્યોને શપથ લેવડાવવાની શરૂઆત કરતા જ, આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા.આમ આદમી પાર્ટીનું કહેવું છે કે નામાંકિત સભ્યોને પહેલા શપથ લેવાતા નથી, પરંતુ ભાજપ પરંપરા બદલી રહી છે. બીજેપી સાંસદ મીનાક્ષી લેખીએ કહ્યું કે AAP નેતાઓ નિયમોથી વાકેફ નથી. એટલા માટે તેઓ હંગામો મચાવી રહ્યા છે. જ્યારે તેઓ બહુમતીમાં હોય ત્યારે તેઓ શા માટે ડરે છે?બીજી તરફ કોંગ્રેસે મેયરની ચૂંટણીમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે.AAP ધારાસભ્ય આતિશીએ ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યા પછી કોંગ્રેસ પર ભાજપની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો છે. મેયરની ચૂંટણીમાં 273 સભ્યો મતદાન કરશે. બહુમત માટે 133નો આંકડો જરૂરી છે. AAPને 150 વોટ છે જ્યારે બીજેપીને 113 વોટ છે.

Next Story