શું નખ ઘસવાથી વાળ લાંબા થાય છે? જાણો શું છે આની પાછળનું સાયન્સ

બાલાયામ કરવાથી ટાલ પણ દૂર થઈ શકે છે. સફેદ વાળ બંધ થઈ જાય છે. અને વાળ ખરતા પણ બંધ થઈ જાય છે.

New Update
શું નખ ઘસવાથી વાળ લાંબા થાય છે? જાણો શું છે આની પાછળનું સાયન્સ

ઘણી વાર તમે લોકોને નખ ઘસતા જોયા હશે. તેઓનું માનવું છે કે નખ ઘસવાથી વાળ લાંબા અને સરસ થાય છે. વાસ્તવમાં નખ ઘસવા એ એક પ્રકારનું યોગાસન છે. જેને બાલાયામ કહેવામા આવે છે. આમ કરવાથી વાળ સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. જેમ કે વાળ સફેદ થવા, ખરવા અને અનેક સમસ્યાઓ

બાલાયામ શું છે?

વાળના ગ્રોથ માટે લોકો નખ ઘસે છે. આ એક પ્રકારની ઓપરેશન રિફ્લેક્સોલોજી થેરાપી છે. જેમાં થોડું બળ લગાવીને નખ એક સાથે ઘસવામાં આવે છે. કેટલાક લોકો તેને યોગ્ય માને છે. જ્યારે કેટલાક તેને ખોટી આદત પણ કહે છે.

બાલાયામ કેવી રીતે કરવામાં આવે છે?

જો દરરોજ 10 થી 15 મિનિટ સુધી નખને ઘસવામાં આવે તો વાળ ઊગી શકે છે. બાળાયામ માં અંગૂઠા સિવાયની બધી જ આંગળીઓના નખ ઘસવામાં આવે છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે બાલાયામ કરવાથી ટાલ પણ દૂર થઈ શકે છે. સફેદ વાળ બંધ થઈ જાય છે. અને વાળ ખરતા પણ બંધ થઈ જાય છે.

નખ ઘસવા પાછળનું સાયન્સ:-

નખ ઘસવાથી નખની નીચેની તંત્રિકા ઉત્તેજિત થાય છે. જે ડેડ હેર ને ફરી જીવિત કરવા મગજને સંદેશો મોકલે છે અને માઇન્ડ એક્ટિવ કરે છે. જેનાથી સ્કેલ્પનું બ્લડ સર્ક્યુલેશન પણ વધે છે. વાળના ફોલિકલ્સ મજબૂત થાય છે અને વાળને લગતી સમસ્યા દૂર થાય છે. જોકે કોઈ પણ વૈજ્ઞાનિક સંશોધનમાં આની પુષ્ટિ થઈ નથી.

આવા લોકોએ નખ ઘસવાનું ટાળવું જોઈએ:-

નખ ઘસવા વાળ માટે ફાયદાકારક છે, પરંતુ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત લોકોએ આ કરવાનું ટાળવું જોઈએ. ગર્ભવતી મહિલાઓએ પણ આવું ન કરવું જોઈએ. નખ ઘસવાથી ગર્ભાશય સંકોચન અથવા હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે. આવું ઘણી વખત કરવાથી ઊંઘ પણ આવી શકે છે. એટલા માટે કામ કરતી વખતે અથવા ડ્રાઇવિંગ કરતી વખતે બાલાયામ ક્યારેય ન કરવું જોઈએ.

Latest Stories