કર્ણાટકના બેલાગાવીમાં પ્રશિક્ષણ વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં 2 પાઇલોટ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, રેડબર્ડ એવિએશનના 2 સીટર ટ્રેનર એરક્રાફ્ટનું કર્ણાટકના બેલાગવી જિલ્લામાં સાંબ્રા એરપોર્ટ નજીક ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, ફ્લાઈટ દરમિયાન ટેક્નિકલ ખામીના કારણે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કથિત રીતે રેડબર્ડ એવિએશનના 2 સીટર ટ્રેનર એરક્રાફ્ટનું કર્ણાટકના બેલાગવી જિલ્લામાં સાંબ્રા એરપોર્ટ નજીક મંગળવારે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટ દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાતા લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં બન્ને પાઈલટને સામાન્ય ઈજા પહોચી હતી. જે બાદ બન્ને પાઈલટને સારવાર અર્થે એરફોર્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.