Connect Gujarat
દેશ

યોગી સરકારના મંત્રીમંડળનું આજે સાંજે વિસ્તરણ,વાંચો કોને કોને મળી શકે છે સ્થાન

યોગી સરકારના મંત્રીમંડળનું આજે સાંજે વિસ્તરણ,વાંચો કોને કોને મળી શકે છે સ્થાન
X

ઉત્તર પ્રદેશના રાજકારણ સાથે જોડાયેલા મોટા સમાચાર છે. આજે યોગી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે. છ થી સાત નવા મંત્રીઓ શપથ લઈ શકે છે. રાજ્યપાલ આનંદીબેન પટેલ ગુજરાતથી લખનઉ રાજભવનપહોંચી ગયા છે. બપોરે 2 વાગ્યે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. આ સાથે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જિતિન પ્રસાદને દિલ્હીથી લખનઉ બોલાવવામાં આવ્યા છે. જિતિનને મંત્રી બનનારાઓમાં નિશ્ચિત માનવામાં આવે છે.કહેવામાં આવી રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણીને 6 મહિનાથી પણ ઓછો સમય બાકી છે, આવી સ્થિતિમાં ભાજપ પ્રાદેશિક અને જાતિગત સમીકરણો બનાવવા માટે આ પ્રયોગ કરી રહી છે.

પશ્ચિમ યુપીમાં ખેડૂતોના આંદોલનને કારણે જાટ સમુદાય નારાજ છે. કેટલાક મંત્રીઓને ભાજપ કાર્યાલયમાં બોલાવવામાં આવ્યા છે. બિન કામગીરીના આધારે મંત્રીઓના રાજીનામા લઈ શકાય છે.19 માર્ચ 2017એ સરકાર બન્યા બાદ 22 ઓગસ્ટ 2019ના રીજ ઉત્તરપ્રદેશની યોગી સરકારે મંત્રીમંડળઉ વિસ્તરણ કર્યું હતું. તે સમય દરમિયાન કેબિનેટમાં 56 સભ્યો હતા. કોરોનાને કારણે ત્રણ મંત્રીઓ મૃત્યુ પામ્યા છે. હાલમાં રાજ્યમંત્રી વિજય કુમાર કશ્યપનું અવસાન થયું હતું, જ્યારે પ્રથમ લહેરમાં મંત્રી ચેતન ચૌહાણ અને મંત્રી કમલ રાણી વરુણનું મૃત્યુ થયું હતું. ત્યારથી રાજ્ય મંત્રીમંડળમાં ઘણા પદ ખાલી છે.UPમાં કેબિનેટ મંત્રીઓની મહત્તમ સંખ્યા 60 સુધી હોઇ શકે છે. પ્રથમ મંત્રીમંડળ વિસ્તરણમાં 6 સ્વતંત્ર પ્રભારી મંત્રીઓને મંત્રીમંડળના શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમાં ત્રણ નવા ચહેરા પણ હતા.

Next Story
Share it