કોંગ્રેસના આગેવાન સામ પિત્રોડા સામે કર્ણાટકમાં FIR, વન વિભાગની જમીન પર કબ્જો કરવાનો આરોપ

રાહુલ ગાંધીના નજીકના સહયોગી અને ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા વિરુદ્ધ સોમવારે કર્ણાટકમાં FIR નોંધવામાં આવી હતી. તેના NGO ફાઉન્ડેશન ફોર

New Update
btra

રાહુલ ગાંધીના નજીકના સહયોગી અને ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા વિરુદ્ધ સોમવારે કર્ણાટકમાં FIR નોંધવામાં આવી હતી. તેના NGO ફાઉન્ડેશન ફોર રિવાઇટલાઇઝેશન ઓફ લોકલ હેલ્થ ટ્રેડિશન્સ (FRLHT) પર વન વિભાગની જમીન પર કબજો કરવાનો આરોપ છે.ભાજપની ફરિયાદના આધારે, પિત્રોડા તેના NGOના એક સાથીદાર, વન વિભાગના ચાર અધિકારીઓ અને એક નિવૃત્ત IAS અધિકારી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ભાજપના નેતા અને એન્ટી બેંગલુરુ કરપ્શન ફોરમના પ્રમુખ રમેશ એનઆરએ 24 ફેબ્રુઆરીએ આ બાબત અંગે ED અને લોકાયુક્તને ફરિયાદ કરી હતી. તપાસ બાદ આજે કેસ નોંધવામાં આવ્યો છે.
સામ પિત્રોડાએ 1996માં મુંબઈમાં FRLHT નામની સંસ્થા નોંધાવી. તે જ વર્ષે, યેલહંકા નજીક જરકાબંદે કવલ ખાતે કર્ણાટક વન વિભાગ પાસેથી 5 હેક્ટર (12.35 એકર) જંગલ જમીન 5 વર્ષ માટે લીઝ પર લેવામાં આવી હતી.

Advertisment
Latest Stories